આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચેતવણી આપી છે કે જો તમારી સામે મારું નામ, ઉપનામ અથવા ગુણ વર્ણન થાય અને તમે મારા પર દરૂદ ન પઢો, અને કહ્યું: સંપૂર્ણ કંજૂસ તે છે જે મારું નામ સાંભળે અને મારા પર દરૂદ ન પઢે, આ એટલા માટે કે: પહેલું: તે કોઈ વસ્તુથી કંજૂસ છે, જેના કારણે તે થોડું કે ઘણું ગુમાવતો નથી, અને તે પૈસા અથવા પ્રયત્નો ખર્ચતો નથી. બીજું: તેણે પોતાના પર કંજુસાઈ કરી, અને તે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ મોકલી સવાબથી વચિંત રહ્યો, જે તે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દરૂદ મોકલી મેળવી શકતો હતો, પરંતુ તેણે હક અદા ન કર્યો અને તે સવાબથી વચિંત રહ્યો. ત્રીજું: ખરેખર આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આપણા પર હકો માંથી એક હક એ પણ છે કે જ્યારે આપનું નામ આવે તો આપ પર દરૂદ પઢવામાં આવે, તેમણે આપણને શીખવાડ્યું છે અને આપણને માર્ગદર્શન આપ્યું છે, અને તેમણે આપણને અલ્લાહ તરફ બોલાવ્યા, અને તે વહી લાવ્યા અને શરીઅત પેશ કરી, આપણી હિદાયતની ચિંતા કરી, અને જો આપણે તેમના પર દરૂદ ન પઢીએ તો આપણે ખૂબ જ કંજૂસ છે; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે આપણે સામાન્ય હક પણ અદા નથી કરી શકતા.