કેટલાક ગરીબ સહાબાઓએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે પોતાની ગરીબીની ફરિયાદ કરી, જેના કારણે તેઓ સદકો નથી કરી શકતા, જે પ્રમાણે તેમના માલદાર ભાઈઓ પોતાના માલ માંથી સદકો કરી ઘણો સવાબ પ્રાપ્ત કરે છે, તેઓ તો અમારી જેમ જ નમાઝ પઢે છે, રોઝા રાખે છે પરંતુ તેઓ પોતાના માલ માંથી સદકો કરે છે, અને અમે સદકો કરી શકતા નથી! તો નબી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમની સ્થિતિ પ્રમાણે તેમને માર્ગદર્શન આપ્યું, જે તેઓ કરી શકતા હોય, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શું અલ્લાહએ કોઈ એવો માર્ગ નથી બનાવ્યો, જેને અપનાવી તમે પણ સદકો કરી શકો?! કેમ નહીં જરૂર, તમારું સુબ્હાનલ્લાહ કહેવું: સદકો લખવામાં આવશે, એવી જ રીતે: (અલ્લાહુ અકબર) કહેવું પણ સદકો છે, (અલ્ હમ્દુ લિલ્લાહ) કહેવું પણ સદકો છે, (લા ઇલાહ ઇલ્લલ્લાહ) કહેવું પણ સદકો છે, (નેકીનો આદેશ આપવો પણ સદકો છે, (બુરાઈથી રોકવુ) પણ સદકો ગણવામાં આવશે, પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાની પત્ની સાથે ઈચ્છા પૂરી કરે છે તો તે પણ સદકો ગણવામાં આવશે. સહાબાઓને આશ્ચર્ય થયું અને કહ્યું: હે અલ્લાહના રસૂલ! એક વ્યક્તિ પોતાની ઈચ્છા પૂરી કરતો હોય તેના ઉપર પણ તેને સવાબ મળશે?! આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: મને જણાવો કે શું તે પોતાની ઈચ્છા પૂરી કરવા માટે વ્યભિચાર અથવા હરામ માર્ગ અપનાવતો તો શું તેને ગુનોહ ન થાત? એવી જ રીતે જો તે પોતાની ઈચ્છા હલાલ માર્ગ વડે પુરી કરે તો તેને જરૂર સવાબ મળશે.