મુઆવિયહ બિન અબી સુફયાન રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) મસ્જિદમાં બેઠેલા એક જૂથ પાસે આવ્યા અને તેમને સવાલ કર્યો કે તમે અહિયાં કેમ ભેગા થયા છો? તો લોકોએ જવાબ આપ્યો: અમે અલ્લાહનો ઝિક્ર કરવા બેઠા છે, તો મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ તેમને કસમ ખાવાનું કહ્યું કે તેઓ સાચે જ ફક્ત એક અલ્લાહના ઝિક્ર કરવાના હેતુ થી જ બેઠા છે? તો તેઓએ કસમ ખાઈને જણાવ્યું કે તેઓ ફક્ત અલ્લાહનો ઝિક્ર કરવા જ બેઠા છે, ફરી મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ તેમને કહ્યું: મેં તમને એટલા માટે કસમ ખાવાનું નથી કહ્યું કે હું તમને જૂઠ્ઠા સમજુ છું અને તમારા સાચા હોવામાં મને કોઈ શંકા છે, ફરી તેમણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની નજીક પોતાની સ્થિતિ વિષે જણાવ્યું કે તેમને જે નિકટતા પ્રાપ્ત હતી તે બીજા કોઈને ન હતી, કારણકે તેમની બહેન ઉમ્મે હબીબહ રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ના પત્ની હતા, અને તેઓ વહી લખનારાઓ માંથી પણ હતા, પરંતુ તેમણે ખૂબ જ ઓછી હદીષો વર્ણન કરી છે, તો મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ હદીષ વર્ણન કરી કે એક દિવસ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પોતાના ઘરેથી નીકળ્યા, તો તેમણે કેટલાક લોકોને મસ્જિદમાં બેઠેલા જોયા, જેઓ અલ્લાહનો ઝિક્ર અને જેના દ્વારા તેમને ઇસ્લામની હિદાયત મળી એટલે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ના વખાણ કરતાં હતા, અને તેના પર આભાર વ્યક્ત કરતાં હતા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેમને પણ સવાલ કર્યો અને કસમ ખાવાનું કહ્યું જેનું અનુસરણ કરી મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ પોતાના સાથીઓ સાથે કર્યું, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેમને સવાલ કરવાનો અને કસમ ખાવા વિશેનો હેતુ જણાવ્યો: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે જિબ્રઈલ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) આવ્યા, અને જણાવ્યું કે સર્વશક્તિમાન અં મહાન અલ્લાહ પોતાના ફરિશ્તાઓ સમક્ષ તમારા પર ગર્વ કરે છે, અને તમારા વખાણ કરે છે, અને તમારી નેકીઓ તેમની સમક્ષ રજૂ કરે છે અને ખૂબ જ વખાણ કરે છે.