મુસલમાનો નબી ﷺના સમયે અને તેમના પછી ખુલફાએ રાશીદિનના સમયમાં દરેક નાના મોટા તરફથી ખોરાક માંથી એક સાઅ સદકતુલ્ ફિતર (ફિતરો) કાઢતા હતા. ખોરાક માંથી ઘઉં, (કિશમીશ): સૂકી દ્રાક્ષ, અને (પનીર): ઠરેલું દૂધ અને ખજૂર. એક સાઅ ચાર મુદ બરાબર હોય છે અને એક મુદનું પ્રમાણ એક મધ્યસ્થ વ્યક્તિના ખોબા જેટલું હોય છે. પછી જ્યારે મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ મદીનહ આવ્યા, અને તે સમયે તેઓ ખલીફા હતા, અને શામ શહેરના ઘઉં વધારે પ્રમાણમાં જોયા તો તેમણે ખુતબો આપ્યો અને કહ્યું: હું સમજુ છું કે બે મુદ શામના ઘઉં (અડધો સાઅ) એક સાઅ ખજૂર બરાબર છે, ત્યારબાદ લોકોએ પ્રમાણે આપવા લાગ્યા. અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું તો એવી જ રીતે સદકતુલ્ ફિતર આપતો રહીશ, જે પ્રમાણે આપ ﷺના સમયમાં હું કાઢતો હતો, અને જ્યાં સુધી જીવિત રહીશ, ત્યાં સુધી આ પ્રમાણે જ કાઢતો રહીશ.