નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ ખૈબર ના યુદ્ધના બીજા દિવસે સહાબાઓને મુસલમાનોની મદદની સૂચના આપી, અને એ કે એક વ્યક્તિને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ધ્વજ આપાશે, તે ધ્વજ જે લશ્કર પોતાની નિશાની માટે ઉઠાવી રાખતા હોય છે, તે વ્યક્તિનું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ લક્ષણ વર્ણન કર્યું કે તે અલ્લાહ અને રસૂલથી મોહબ્બત કરે છે અને અલ્લાહ તેમજ તેનો રસૂલ પણ તેનીથી મોહબ્બત કરે છે, દરેક સહાબાઓએ એ આ ભવ્ય તક પ્રાપ્ત કરવાની આશા રાખતા તેમજ ચર્ચા કરતા રાત પસાર કરી કે આ ધ્વજ કોને આપવામાં આવશે? જ્યારે સવાર પડી તો દરેક સહાબાઓ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે આવ્યા, દરેકની આશા હતી કે આ ભવ્ય તક તેમને મળે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પૂછ્યું કે અલી બિન તાલિબ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) ક્યાં છે? તો કહેવામાં આવ્યું કે તે બીમાર છે, તેમની આંખમાં તકલીફ છે. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેમને બોલાવ્યા, તેઓ આવ્યા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પોતાનું પવિત્ર થુંક તેમની આખો પર લગાવ્યું અને તેમના માટે દુઆ કરી, તો અલ્લાહએ તેમને શિફા આપી, એવી શિફા આપી કે તેમને આંખમાં કંઈ તકલીફ હતી જ નથી, ફરી તેમને ધ્વજ આપ્યો, અને તેમને નમ્રતા સાથે આગળ વધવાનો આદેશ આપ્યો, અને માર્ગદર્શન આપ્યું કે જો તમે શત્રુના કિલ્લા સુધી પહોંચી જાઓ, તો સૌ પ્રથમ તેમને ઇસ્લામ સ્વીકારવાનું આમંત્રણ આપો, અને જો તેઓ ઇસ્લામ સ્વીકારી લે તો તેમને અલ્લાહના અધિકારો વિષે જણાવો. ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ અલી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) ને અલ્લાહ તરફ આમંત્રણ આપવાની મહત્ત્વતા વિશે જણાવ્યું કે જો તમારા દ્વારા અલ્લાહ એક પણ વ્યક્તિને હિદાયત આપે, તો તે લાલ ઊંટ કરતા પણ વધુ શ્રેષ્ઠ છે, જે અરબમાં સૌથી કિંમતી સામાન ગણવામા આવે છે.