જાબિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું; અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «બદર અને હુદૈબિયહમાં ભાગ લેનાર વ્યક્તિ ક્યારેય જહન્નમમાં દાખલ નહીં થાય». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - رواه أحمد وأصله في صحيح مسلم
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિએ પણ હિજરતના બીજા વર્ષમાં થયેલ બદરના યુદ્ધમાં ભાગ ભજવ્યો અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે ભેગા મળી યુદ્ધ કર્યું, અને હુદૈબિયહના સમાધાન સમયે પ્રતિજ્ઞા લીધી, જે હિજરતના છઠ્ઠા વર્ષે થઈ હતી, તે ક્યારેય પણ જહન્નમમાં દાખલ નહીં થાય.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • આ હદીષમાં બદર અને હુદૈબિયહમાં ભાગ લેનારની મહત્ત્વતાનું વર્ણન, અને તેઓ ક્યારે પણ જહન્નમમાં દાખલ નહીં થાય.
  • આ હકીકત વર્ણન કરી અલ્લાહ તેમને અન્યાયથી બચાવે છે, અને તેમને ઈમાનની સ્થિતિમાં મૃત્યુ આપે છે, અને તેમને જહન્નમનો અઝાબ આપ્યા વગર જન્નતમાં દાખલ કરશે, આ અલ્લાહની કૃપા છે, જેને ઈચ્છે તેને આપે છે, અને તે ખૂબ જ કૃપાળુ અને દયાળુ છે.
explain-icon

વધુ