આપ ﷺ એ જણાવ્યું કે દરેક પ્રકારના નુકસાનને પોતાનાથી અને અન્ય લોકોથી પણ દૂર રાખવા જરૂરી છે, એટલા માટે કોઈના માટે જાઈઝ નથી કે તે પોતાને અને અન્ય લોકોને બરાબર નુકસાન પહોંચાડે. નુકસાનનો બદલો નુકસાન વડે આપવો હરામ છે, એટલા માટે કે નુકસાન, તકલીફ આપવાથી દૂર નથી થતી, હા કિસાસનો મસઅલો અલગ છે, તેને ગણવામાં નહીં આવે. પછી આપ ﷺ એ લોકોને નુકસાન પહોંચાડનાર અને લોકો પર સખતી કરનારાઓને સખત ચેતવણી આપી છે.