આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે કયામતના દિવસે કોઈ વ્યક્તિ જન્નત અથવા જહન્નમ તરફ આગળ નહીં વધે જ્યાં સુધી તેને અગત્યના સવાલો બાબતે પૂછવામાં ન આવે: પહેલો સવાલ: તેના જીવન વિશે કે તેણે તેને ક્યાં ખતમ કર્યું? બીજો સવાલ: તેના ઇલ્મ વિશે, શું તેણે અલ્લાહ માટે પ્રાપ્ત કર્યું? શું તેણે તેના મુજબ અમલ કર્યો? અને તેણે તેને જરૂરતમંદ સુધી પહોચાડ્યું કે નહીં? ત્રીજો સવાલ: માલ વિશે સવાલ કરવામાં આવશે કે માલ ક્યાંથી કમાવ્યો, શું તે હલાલ તરીકાથી કે હરામ તરીકાથી? અને તેણે તેને ક્યાં ખર્ચ કર્યો, અલ્લાહને ખુશ કરી દે તેવી જગ્યા પર અથવા નારાજ કરે તેવી જગ્યાએ? ચોથો સવાલ: તેના શરીર, તેની તાકાત, તેની આફિયત અને તેની યુવાનીનો સમય ક્યાં ખપાવ્યો?