નબી ﷺ નમાઝ બાબતે મુનાફિક લોકોની આળસ વિશે જણાવી રહ્યા છે, ખાસ કરીને ફજર અને ઈશાની નમાઝ બાબતે, જો તેમને મુસલમાનોની જમાઅત સાથે નમાઝ પઢવાનો સવાબનો અંદાજો આવી જાય તો તેઓ નાના બાળકની જેમ ઘૂટણના બળે ચાલીને આવવાનું થાય તો પણ તેઓ જરૂર આવતા. નબી ﷺ એ મજબૂત ઈરાદો કરી લીધો કે તેઓ પોતાની જગ્યા પર બીજાને નમાઝ પઢાવવા માટે ઉભા કરે અને તેઓ બહાર જઈ તેમજ એવા લોકોને પોતાની સાથે લઈ લે, જેમની પાસે લાકડીઓનો ગઠ્ઠો હોય, પછી જે લોકો જમાઅત અને નમાઝથી પાછળ રહેતા હોય તો તેમના ઘરોને આગ લગાવી દે, તે ગુનાહની ભયાનકતાના કારણે, પણ એવું ન કર્યું, કારણકે ઘરમાં સ્ત્રીઓ, બાળકો અને માસૂમ લોકો તેમજ અન્ય એવા લોકો પણ હોય છે, જેઓનો કંઈ પણ ગુનોહ નથી હોતો.