નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ અમીરના આજ્ઞાપાલનથી ભટકે, ઇસ્લામના જૂથમાંથી અલગ થાય, ઇમામ પ્રત્યેની વફાદારીની પ્રતિજ્ઞા પર અસંમત થાય અને તે અલગતા અને અભાવની સ્થિતિમાં મૃત્યુ પામે તો તે અજ્ઞાનતાની સ્થિતિમાં મૃત્યુ પામે છે, તેમજ નબી ﷺ એ જણાવ્યું કે જે કોઈ ધ્વજ હેઠળ લડે અને સત્યને અસત્યથી અલગ ન કરે ફક્ત પોતાની ખાનદાન અને પોતાના કબીલાની લાલસા માટે ગુસ્સો કરે, દીન તેમજ સત્યની મદદ ન કરે, જોયા જાણ્યા વગર ફક્ત ખાનદાની લાલસામાં લડતો હોય અને જો તે એ સ્થિતિમાં મૃત્યુ પામ્યો તો તે પણ અજ્ઞાનતાની સ્થિતિમાં મૃત્યુ પામ્યો. અને જે કોઈ નબી ﷺ ના રાષ્ટ્ર સામે બળવો કરે, તેના ન્યાયી અને દુષ્ટ લોકો પર પ્રહાર કરે, અને તે જે કરે છે તેની પરવા કરતો નથી અને મોમિનોને કતલ કરવાની સજાથી ડરતો નથી, તેમજ તે કાફિરોને કતલ કરવાથી ડરતો નથી, જે લોકોએ મુસલમાનો સાથે કરાર કરી રાખ્યો છે, અને શાસકોને પણ, તો આ કબીરહ ગુનાહો માંથી છે, જે આવું કરશે તેના માટે સખત ચેતના આપવામાં આવી છે