મક્કા વિજયના દિવસે જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા, અને તેઓ મક્કામાં જ હતા: અલ્લાહ અને તેનો રસૂલ તમારા માટે શરાબ, મૃતક, ડુક્કર અને મૂર્તિઓનો વેપાર હરામ કરે છે, પૂછવામાં આવ્યું કે હે અલ્લાહના રસૂલ ! શું અમે મૃતકની ચરબીનો વેપાર કરી શકીએ છીએ? કારણકે અમે તેને હોડીઓ પર લગાવીએ છીએ, ચામડા પર તેનો ઉપયોગ કરીએ છીએ અને લોકો તેને ઘરમાં દિવા સળગાવે છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું કે ના, તેનો વેપાર પણ હરામ જ છે, પછી તે વખતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું કે: અલ્લાહ યહૂદીઓ ને નષ્ટ કરે અને તેમના પર લઅનત થાય; અલ્લાહએ તેમના પર જાનવરોની ચરબી હરામ કરી, તો તે લોકોએ ચરબીને ઓગાળી તેનું તેલ વેચવા લાગ્યા અને તેની કિંમત ખાવા લાગ્યા.