આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કાચું લસણ અને કાચી ડુંગળી ખાઈ મસ્જિદમાં આવવાથી રોક્યા છે, જેથી કરીને જે જમાઅત સાથે નમાઝ પઢનાર ભાઈઓને તેની દુર્ગંધથી તકલીફ ન પહોંચે, મસ્જિદમાં આવવા પર રોક તન્ઝીહી (અર્થાત્ ન આવો તો સારું) ગણવામાં આવશે, તેના ખાવા પર રોક નથી કારણકે તે બન્ને તો હલાલ વસ્તુ છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે શાક બનાવેલી હાંડી લાવવામાં આવી, જ્યારે આપને ખબર પડી કે અંદર શું નાખ્યું છે તો આપ ખાવાથી રુકી ગયા અને તેને સહાબાઓની નજીક કરી દીધી, પરંતુ સહાબાઓએ પણ આપનું અનુસરણ કરતા તેને ખાવાને નાપસંદ કર્યું, જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જોયું તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ખાઓ! મારી પાસે ફરિશ્તા વહી લઈને આવે છે અને વાતચીત કરે છે. અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું કે ફરિશ્તાઓને પણ તે વસ્તુની દુર્ગંધથી તકલીફ થાય છે, જેનાથી માનવીઓને તકલીફ થતી હોય છે.