એક દિવસ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ ફજરની નમઝ પઢાવી, ફરી પૂછ્યું: શું કેટલાક લોકો આપણી આ નમાઝ સાથે હાજર છે? સહાબાઓએ કહ્યું; ના. ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: ફલાણો વ્યક્તિ આવ્યો છે? બીજા વ્યક્તિ માટે આ સવાલ કર્યો, સહાબાઓએ કહ્યું: ના. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: ખરેખર ફજર અને ઈશાની નમાઝ મુનાફિકો માટે તેમની સુસ્તીના કારણે પઢવી કઠિન છે; કારણકે તે સમયે અંધારાના કારણે લોકો તેમને જોઈ નથી શકતા, તેથી તેઓ તેમાં હાજર થતાં નથી. અને હે મોમિનો! જો તમે ફજર અને ઈશાની નમાઝમાં મળતા સવાબને જાણી લેતા, -સવાબ અલ્લાહની ઈચ્છા પ્રમાણે આપવામાં આવે છે- તો તમે તેને પૂરી કરવા માટે હાથ અથવા પગ વડે ઘસડાઈને ચાલીને આવવું પડતું, તો પણ આવતા. અને ખરેખર પહેલી સફ ઈમામની નજીક હોવાના કારણે, ફરિશ્તાઓની સફની માફક છે;કારણકે તેમની પણ પહેલી સફ અલ્લાહની નજીક હોય છે, અને જો મોમિનો પહેલી સફની મહત્ત્વતા જાણી લેતા, તો તેને પ્રાપ્ત કરવા માટે હરીફાઈ કરતાં, અને એક વ્યક્તિની બીજા વ્યક્તિ સાથે પઢવામાં આવેલ નમાઝ તેના એકલા નમાઝ કરતાં સવાબ અને વધુ અસરકારક છે, અને તેની બે વ્યક્તિઓ સાથે પઢેલ નમાઝ એક વ્યક્તિ સાથે પઢેલ નમાઝ કરતાં વધુ શ્રેષ્ઠ છે, અને જે નમાઝમાં મુસ્લીઓ વધારે હોય, તે નમાઝ અલ્લાહની નજીક સૌથી શ્રેષ્ઠ અને પ્રિય હોય છે.