આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શૈતાનની સ્થિતિ અને વ્યક્તિ સાથે તેની કરવામાં આવતી મહેનત વર્ણન કરી રહ્યા છે, જે વ્યક્તિ તહજ્જુદ અથવા ફજરની નમાઝ પઢવાની ઈચ્છા રાખતો હોય. જ્યારે મોમિન વ્યક્તિ સૂવા માટે પથારી પર જાય છે તો શૈતાન તેની પાછળ અર્થાત્ માથાના પાછળના ભાગે ત્રણ ગાંઠો બાંધે છે. જયારે મોમિન ઉઠી જાય અને અલ્લાહનો ઝિક્ર કરે અને શૈતાન તરફથી આવતા વસ્વસા પર ધ્યાન નથી ધરે તો એક ગાંઠ ખુલી જાય છે. ફરી જો તે વઝૂ કરે તો બીજી ગાંઠ ખુલી જાય છે. અને ત્યારબાદ જો તે નમાઝ માટે ઉભો થશે તો ત્રીજી ગાંઠ પણ ખુલી જશે, અને તે ચુસ્ત તેમજ ચપળ થઈ સવાર કરશે, તે ખુશ થશે, અને તેની ખુશીનું કારણ એ કે અલ્લાહએ તેને તેનું અનુસરણ કરવાની તૌફીક આપી, અલ્લાહએ કરેલ માફી અને સવાબનું વચન પ્રાપ્તિ માટે ખુશ થશે, જ્યાં સુધી તે શૈતાનના પંજાથી આઝાદ છે, નહીં તો તે નેક અને ભલાઈના કામોમાં આળસ કરશે કારણકે તે શૈતાનના પંજામાં બંધ છે, અને રહમાનની નિકટતાથી ઘણો દૂર છે.