નબી ﷺ એ અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુને તશહ્હુદ શિખવાડ્યું જે નમાઝમાં કરવામાં આવે છે, અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુનું ધ્યાન પોતાની તરફ કરવા માટે પોતાના હાથ તેમના હાથમાં મૂકી દીધા, અને તેમણે એ રીતે શિખવાડ્યું જે રીતે કુરઆન શીખવાડતા હતાં, જેનો અર્થ એ થાય છે કે નબી ﷺ તશહ્હુદના શબ્દો અને અર્થ તરફ ખૂબ જ ધ્યાન આપ્યું. નબી ﷺ એ કહ્યું: "«"અત્તહિયાતુ લિલ્લાહિ": અને તે દરેક વાતો અને કાર્યો જે તેની મહાનતાનો પુરાવો આપે છે, અને તે દરેક સર્વશક્તિમાન અલ્લાહ માટે જ છે. "અસ્સલવાતુ": અને તે ફરજ અને નફિલ નમાઝ છે, જે ફક્ત અલ્લાહ માટે જ પઢવામાં આવે છે. "અત્તય્યિબાતુ": તે દરેક વાતો, કાર્યો અને પવિત્ર ગુણો, જે તેની ઉચ્ચ મહાનતા દર્શાવે છે, તે દરેકે દરેક ફક્ત અલ્લાહ માટે જ છે. "અસ્સલામુઅલય્ક અય્યુહન્ નબિય્યુ વરહ્મતુલ્લાહિ વબરકાતુહુ": દરેક આફતો અને મુસીબતોથી બચવા અને વધુમાં વધુ ભલાઈ પ્રાપ્ત કરવા માટેની દુઆ. "અસ્સલામુઅલય્ના વઅલા ઈબાદિલ્લાહિસ્ સોલિહીન": નમાઝ પઢનાર માટે સલામતી અને સુરક્ષાનું દુઆ, એજ રીતે આકાશો અને જમીનમાં રહેનાર દરેક સદાચારી વ્યક્તિ માટે સલામતીની દુઆ. "અશ્હદુ અલ્ લાઈલાહ ઇલ્લલાહ": અર્થાત્ હું નિશ્ચિતપણે સ્વીકારું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી. "વઅન્ન મુહમ્મદન્ અબ્દુહુ વરસૂલુહુ": હું સ્વીકારું છું કે નબી ﷺ અલ્લાહના બંદા અને તેના અંતિમ પયગંબર છે. ફરી નબી ﷺ એ નમાઝ પઢનારને પ્રોત્સાહન આપ્યું કે તે જે ઈચ્છે દુઆ પઢી શકે છે.