આ હદીષમાં નબી ﷺ એ વર્ણન કર્યું કે જે વ્યક્તિ ફક્ત અલ્લાની પ્રસન્નતા માટે હજ કરે અને રફસ કાર્ય ન કરે (અર્થાત સમાગમ અને તેને લગતી શરૂઆતની પ્રક્રિયા જેવી કે ચુંબન કરવું, ભેગા થવું વગેરે. અને કોઈ વ્યર્થ કાર્ય ન કરે, ગુનાહ અને વ્યભિચાર કરવાથી પણ બચે અને કોઈ પણ પ્રકારના બીજા ગુનાહ પણ ન કરે, અને તે એહરામની સ્થિતિમાં હરામ કરેલ કાર્યોથી બચે તો તે હજ કરી એવી રીતે પાછો ફરશે જેવી રીતે એક નાનું બાળક ગુનાહોથી પાક પોતાની માતાના પેટ માંથી જન્મે છે.