જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પોતાના અંતિમ હજ (હજ્જતુલ્ વદા) તરફથી પાછા ફર્યા, તો અન્સારની એક સ્ત્રી, જેણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સાથે હજ કરી ન હતી તેને પૂછ્યું: અમારી સાથે તમને હજ કરવાથી કઈ વસ્તુએ રોક્યા? તેણીએ કારણ આપતા જવાબ આપ્યો કે તેમના ઘરમાં ફક્ત બે જ ઊંટ હતા, એક પર સવાર થઈ તેમના પતિ અને તેમના પુત્રએ હજ કરી, જ્યારે કે બીજાને પાણી લાવવા માટે છોડીને ગયા. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેમને જણાવ્યું કે રમજાનના મહિનામાં ઉમરાહ કરવાનો સવાબ હજ બરાબર છે.