આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ મુઅઝ્ઝિનની અઝાન સાંભળ્યા પછી કહેશે: (અલ્લાહુમ્મ રબ્બ હાઝિહિદ્ દઅવતિ) અને આ તે અઝાનના શબ્દો છે, જેના દ્વારા અલ્લાહની ઈબાદત અને નમાઝ તરફ બોલાવવામાં આવે છે, (અત્તામ્મતિ) સંપૂર્ણ, જે તૌહીદ અને પયગંબરીની દઅવત છે, (વસ્સલાતિલ્ કાઇમતિ) હંમેશાવાળી, જે ઊભી થવા વાળી છે, (આતિ) આપો, (મુહમ્મદનિલ્ વસીલત) જન્નતનું તે સ્થાન, જે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સિવાય કોઈને પણ આપવામાં નહીં આવે, (વલ્ ફઝીલત) તે સ્થાન, જે સર્જનના સ્થાન કરતાં શ્રેષ્ઠ છે, (વબ્અષહુ) આપો, (મકામમ્ મહમુદા) તેમાં ઊભો રહેનાર તેના વખાણ કરે અને તે કયામતના દિવસે ભલામણનું ઉચ્ચ સ્થાન છે, (અલ્લઝી વઅદ્તહુ) અલ્લાહની આ આયત દ્વારા: {નજીક માંજ તમારો પાલનહાર તમને "મહમૂદ" નામી જગ્યા પર ઊભા કરશ}, અને તે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે હશે. બસ જે વ્યક્તિ આ દુઆ વડે દુઆ કરશે તો તેના માટે કયામતના દિવસે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ભલામણ અનિવાર્ય થઈ જશે.