આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કયામતના દિવસે કેટલાક લોકોની સ્થિતિ વર્ણન કરી કે લોકોને તેમની કબરો માંથી ઉઠાવી હિસાબ માટે એકઠા કરવામાં આવશે, અને તેમની સ્થિતિ એવી હશે કે તેઓ નગ્ન પગ સાથે ચપ્પલ વગર હશે, તેમના શરીર નગ્ન હશે, કપડાં અને ચાદર વગર, ખતના વગર જે રીતે તેમની માં એ જન્મ આપ્યો હતો, તો મોમિનોની માતા આયશ રઝી અલ્લાહુ અન્હાએ આશ્ચર્યચકિત થઈ પૂછ્યું: હે અલ્લાહના પયગંબર! સ્ત્રીઓ અને પુરુષો એક સાથે હશે, તો એકબીજાને જોશે?! તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: મૃત્યુ પછી કબર માંથી ફરીવાર ઊભા થઈ એકઠા થવાની સ્થિતિ એટલી ગંભીર હશે કે લોકોને એકબીજા તરફ અને ગુપ્તાંગ તરફ જોવાની તક જ નહીં હોય.