અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «કયામતના દિવસે સૌ પ્રથમ નાહક કતલ વિશે પૂછવામાં આવશે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ વર્ણન કર્યું કે કયામતના દિવસે સૌ પ્રથમ લોકો વચ્ચે એકબીજા પર કરેલ અત્યાચારનો નિર્ણય કરવામાં કરશે, જેવું કે નાહક કતલ, અને કિસાસ લેતી વખતે જુલમ.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • લોહીની ભૂમિકા અગત્યની હોય છે, એટલા માટે આ ભવ્ય દિવસે સૌ પ્રથમ તેનાથી જ શરૂઆત કરવામાં આવશે.
  • ગુનાહોની ભયનકતા તેના નુકસાન પ્રમાણે હોય છે, નિર્દોષની જાન લેવી તે સૌથી મોટો ગુનોહ છે અને અલ્લાહ સાથે કુફ્ર કરવું અને શિર્ક કરવું તેનાથી મોટો કોઈ ગુનોહ નથી.