સફવાન બિન મુહરિઝ રિવાયત કરે છે, તેમણે કહ્યું: એક વ્યક્તિએ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમાને કહ્યું કે તમે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને નજવા (મોમિનની અલ્લાહ સાથે વાતચીત) વિષે શું સાંભળ્યું છે? તો તેમણે કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «મોમિનને કયામતના દિવસે તેના ઉચ્ચ અને સર્વશ્રેષ્ઠ પાલનહારની નજીક કરવામાં આવશે, અહીં સુધી કે અલ્લાહ તેના પર પોતાનો પડદો ઢાંકી દેશે, (જેથી અન્ય કોઈ તેના ભેદો વિષે જાણી ન શકે), ફરી તેને તેના ગુનાહોને એકરાર કરાવશે, ફરી અલ્લાહ કહેશે: શું તું (આ દરેક ગુનાહ)ને ઓળખે છે? તો કહેશે; હાં મારા પાલનહાર! હું (આ દરેક ગુનાહોને) ઓળખું છું, ફરી અલ્લાહ કહેશે: મેં તારા પર દુનિયામાં પણ (કૃપા કરી), આ ગુનાહોને છુપાઈને રાખ્યા, અને આજે પણ (તારા પર દયા કરીશ) તારા આ દરેક ગુનાહને માફ કરું છું, ફરી તેને ફક્ત નેકીનો ચોપડો સોંપવામાં આવશે, હા, કાફિર અને મુનાફિકની વાત, તો તેમને સમગ્ર સર્જન સમક્ષ ઊચા અવાજે કહેવામાં આવશે: આ જ તે લોકો છે, જે અલ્લાહ પર જૂઠ્ઠાણું બાંધતા હતા». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મોમિન બંદાની કયામતના દિવસે વાતચીત વિષે જણાવ્યું, અને કહ્યું: મોમિનને કયામતના દિવસે તેના ઉચ્ચ અને સર્વશ્રેષ્ઠ પાલનહારની નજીક કરવામાં આવશે, અહીં સુધી કે અલ્લાહ તેના પર પોતાનો પરદો ઢાંકી દેશે, જેથી અન્ય કોઈ તેના ભેદો વિષે જાણી ન શકે, ફરી તેને કહેવામાં આવશે: શું તું આ દરેક ગુનાહ ને ઓળખે છે?... તે બંદા અને પાલનહાર દરમિયાન થયેલા ગુનાહોનો સ્વીકાર કરશે. તો તે કહેશે; હાં મારા પાલનહાર! અહીં સુધી કે તે મોમિન બંદો ભયભીત થશે અને ગભરાવવા લાગશે, તો પવિત્ર અલ્લાહ તેને કહેશે: મેં તારા પર દુનિયામાં પણ કૃપા કરી આ ગુનાહોને છુપાઈને રાખ્યા, અને આજે પણ તારા પર દયા કરીશ, તારા આ દરેક ગુનાહને માફ કરું છું, ફરી તેને ફક્ત નેકીનો ચોપડો સોંપવામાં આવશે. અને રહી કાફિર અને મુનાફિકની વાત, તો તેમના વિશે સમગ્ર સર્જન સમક્ષ ઊચા અવાજે કહેવામાં આવશે: આ જ તે લોકો છે, જે અલ્લાહ પર જૂઠ્ઠાણું બાંધતા હતા, ખબરદાર! જાલિમ લોકો પર અલ્લાહની લઅનત (ફિટકાર) છે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • મોમિનો પર અલ્લાહની કૃપા અને દયા કે તેના ભેદોને દુનિયામાં પણ છુપાવે છે અને કયામતના દિવસે પણ છુપાવશે.
  • શક્ય હોય ત્યાં સુધી મોમિને એકબીજાના ભેદ છુપાવવા જોઈએ.
  • બંદાના દરેક કાર્યો બંદાના પાલનહાર પાસે ગણતરી કરવામાં આવે છે, તો જેને પણ કોઈ ભલાઈ પ્રાપ્ત થાય, તો તે અલ્લાહના વખાણ કરે, અને જેને કોઈ ભલાઈ પ્રાપ્ત ન થાય, તો તે પોતાની જ નિંદા કરે, અને તે અલ્લાહની ઈચ્છા પ્રમાણે છે.
  • ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષો દર્શાવે છે કે કયામતના દિવસે અવજ્ઞાકારી મોમિનોના બે પ્રકાર હશે, એક: જેના ગુનાહ તેના અને તેના પાલનહાર દરમિયાન હશે, (અર્થાત્ તેણે અલ્લાહના અધિકારોમાં ગુનાહ કર્યા હશે), ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમાની હદીષ દ્વારા જાણવા મળે છે કે આ પ્રકારને બે પ્રકારમાં વહેંચણી કરવામાં આવશે: ૧- તેના ગુનાહો દુનિયામાં છુપાવી રાખવામાં આવશે, અને આ તે જ ગુનાહ છે, જેના વિષે અલ્લાહ કયામતના દિવસે પૂછપરછ કરશે, અને આ જ હદીષના શબ્દોનો અર્થ છે, ૨- બંદાની અવજ્ઞા બંદા દરમિયાન હશે, (અર્થાત્ તેણે બંદાના અધિકારો પૂરા નહીં કર્યા હોય), આ ગુનાહ પણ બે પ્રકારના હશે: ૧- જેની બુરાઈ તેની નેકીઓ કરતાં વધુ હશે, તો તે લોકો જહન્નમમાં દાખલ થશે, અને ફરી ભલામણ દ્વારા બહાર કાઢી લેવામાં આવશે, ૨- જેની બુરાઈઓ અને નેકીઓ બરાબર હશે, અને આ લોકો ત્યાં સુધી જન્નતમાં દાખલ નહીં થાય, જ્યાં સુધી તેમની વચ્ચે સુધારો ન થઈ જાય.