નબી ﷺ એ સહાબાઓને આદેશ આપ્યો હતો કે એક પણ પ્રતિમા (મૂર્તિ) છોડશો નહીં, હદીષમાં «તિમ્ષાલન્» શબ્દનો ઉપયોગ થયો જેનો અર્થ પ્રાણ વાળી વસ્તુનું ચિત્ર, ભલે તે આકાર વાળી હોય કે ન હોય. અને ન તો કોઈ ઊંચી કબર ને છોડશો, પરંતુ તેને જમીન બરાબર કરી દેજો, અને તેના પર ઇમારત હોય તો તેને તોડી નાખજો, અને તેને જમીન બરાબર સ્થિર કરી દેજો, કબર જમીનથી સહેજ પણ ઊંચી ન હોવી જોઈએ, પરંતુ એક વેંત બરાબર હશે તો ચાલી જશે.