આપ ﷺ એ તે વાતથી રોક્યા છે કે કોઈ મુસલમાન બીજા મુસલમાન સાથે ત્રણ રાતોથી વધારે વાતચીત બંદ રાખે, અને સ્થિતિ એ થઈ જાય કે જ્યારે તે બંને એકબીજા સાથે મુલાકાત કરે, તો તે બન્ને એકબીજાને સલામ કરે અને ન તો વાતચીત કરે. તે બન્ને માંથી શ્રેષ્ઠ તે વ્યક્તિ છે, જે નફરત દૂર કરવાનો પ્રયત્ન કરે અને સલામ કરી શરૂઆત કરે, આ હદીષમાં જે સબંધ તોડવાની વાત કરી છે, તે પોતાના હેતુ માટે સંબંધ તોડવો છે, અલ્લાહ માટે તોડવામાં આવેલો સંબંધ તેનો કોઈ સમય નક્કી નથી, જેવું કે નાફરમાન લોકો, બિદઅતી લોકો અને દુરાચારી લોકો સાથે વાત ન કરવી, આ પ્રમાણેના સંબંધ જ્યાં સુધી કારણ તેનામાં હશે, ત્યાં સુધી રહેશે અને જ્યારે તે કારણ ખતમ થઈ જાય તો પછી વ્યવહારમાં પણ સુધાર લાવવો પડશે.