આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ યહૂદી અને નસ્રાની લોકોને સલામ કરવામાં પહેલ કરવાથી રોક્યા છે, ભલે તેઓ ઝીમ્મી એટલે કે મુસલમાન દેશમાં આઝાદ રહેતા હોય, તેમના સિવાય કાફિરોને છોડી દો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્પષ્ટ કર્યું કે જો તમને તેઓ કોઈ રસ્તા વચ્ચે મળે, તો તેમને તંગ માર્ગ તરફ ચાલવા પર મજબુર કરી દો, બસ મુઅમિન માર્ગની વચ્ચે ચાલતો હોય છે અને કાફિર માર્ગના કિનારે, મુસલમાનનું કોઈ પણ સ્થિતિમાં અપમાન થવું ન જોઈએ.