આ હદીષમાં નબી ﷺ ને સવાલ કરવામાં આવ્યો કે કયો ગુણ ઇસ્લામમાં સૌથી શ્રેષ્ઠ છે? તો નબી ﷺ એ બે ગુણ જણાવ્યા: પહેલો: ગરીબોને વારંવાર ખવડાવવું, અને તેમાં સદકા, ભેટ, મહેમાનગતિ, વલીમો (ભોજન) વગેરેનો સમાવેશ થાય છે, અને ખાસ કરીને દુકાળ તેમજ મોંઘવારીના સમયે ખાવાનું ખવડાવવા પર વધુ મહત્વ આપ્યું છે. બીજું: દરેક મુસલમાનને સલામ કરવું, ભલેને તમે તેને જાણતા હોવ કે ન જાણતા હોવ.