explain-icon

સમજુતી

આપ ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ પોતાના સંબંધી સાથે સંબંધ તોડે છે, અથવા તેમના અધિકાર નથી આપતો તેમજ તેમને તકલીફ આપે છે તો તે જન્નતમાં દાખલ નહીં થઈ શકે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • સગા સબંધીઓ સાથે સંબંધ તોડવા કબીરહ ગુનાહો માંથી એક ગુનોહ છે.
  • સંબંધ સાચવવો સમાજના માહોલ પ્રમાણે હોય છે, તે જગ્યા, સમય અને લોકો પ્રમાણે બદલાઈ શકે છે.
  • સબંધ જોડવાનો અર્થ એ કે તેમનો હાલ જાણવો, તેમના પર સદકો કરવો, તેના પર ઉપકાર કરવો, તેઓ બીમારો હોય તો ખબરગીરી કરવી, નેકીનો આદેશ આપવો, અને તેમને બુરાઈથી રોકવા, વગેરે ગુણોનો સમાવેશ થાય છે.
  • જેટલો નજીકનો સંબંધ તોડવામાં આવે તો જાણી લો કે તે ગુનોહ પણ એટલો જ સખત હશે.