આ હદીષમાં આપ ﷺ જણાવી રહ્યા છે, જો કોઈ વ્યક્તિ દેવાદાર વ્યક્તિને મહેતલ આપશે અથવા તો તેનું કંઈક દેવું માફ કરી દેશે તો તેનો બદલો એ હશે કે અલ્લાહ તઆલા કયામતના દિવસે તેને પોતાના અર્શની નીચે જગ્યા આપશે, જે સમયે સૂર્ય બંદાઓના માથા પર હશે, અને તેની ગરમી અત્યંત સખત હશે. જે દિવસે અલ્લાહના છાંયડા સિવાય બીજો કોઈ છાંયડો નહીં હોઈ.