આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે અલ્લાહ તઆલાએ કહ્યું: મેં મારા સદાચારી બંદાઓ માટે જન્નતમાં એવી નેઅમતો અને પ્રતિષ્ઠતા તૈયાર કરીને રાખી છે, જેને ન તો કોઈ આંખોએ જોઈ છે, ન તો કોઈ કાને તેના ગુણ વિશે સાંભળ્યું હશે ન તો કોઈ માનવીના મનમાં તેના વિશે ખ્યાલ પણ આવ્યો હશે અથવા પસાર થયો હશે. અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુંએ કહ્યું: જો તમે પુષ્ટિ કરવા ઇચ્છતા હોવ તો આ આયત પઢો: {કોઇ જીવ નથી જાણતો કે આંખોની ઠંડક માટે અમે શું છુપાવીને રાખ્યું છે} [અસ્ સજદહ: ૧૭].