આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે અલ્લાહ પાસે એક મુસલમાનને તેના મુસલમાન ભાઈ સાથે કરવામાં આવતા વ્યવહાર પ્રમાણે બદલો આપવામાં આવે છે, બસ જે વ્યક્તિ પોતાના મુસલમાન ભાઈની દુનિયાની કોઈ તકલીફ, પરેશાની અથવા સંકટ દૂર કરશે તો અલ્લાહ તઆલા કયામતના દિવસે તેના બદલાના સ્વરૂપે તેની મુસીબતને દૂર કરશે. જે કોઈ પરેશાન વ્યક્તિ માટે આસાની કરશે અને તેની પરેશાની દૂર કરવામાં મદદ કરશે, તો અલ્લાહ તેના માટે દુનિયા અને આખિરતમાં આસાની ફરમાવશે. જે કોઈ વ્યક્તિ એક મુસલમાનની ખામી છુપાવશે, તે એવી ખામીઓ જાણતો હોય, જે જાહેર ન થવી જોઈએ, તો અલ્લાહ દુનિયા અને આખિરતમાં તેની ખામીઓ છુપાવશે. અને અલ્લાહ સતત તે બંદાની મદદ કરતો રહે છે, જ્યાં સુધી બંદો કોઈ વ્યક્તિની દીન અને દુનિયા બાબતે મદદ કરતો રહે છે, મદદ ગમે તે રીતે કરતો હોય, તેના માટે દુઆ કરી, પોતાના શરીર વડે અથવા માલ વડે અથવા અન્ય કોઈ રીતે. જે વ્યક્તિ શરીઅતનું ઇલ્મ શીખવા માટે સફર કરશે, તેનો હેતુ ફક્ત અલ્લાહની પ્રસન્નતા મેળવવાનો હશે, તો અલ્લાહ તેના માટે જન્નતનો માર્ગ સરળ કરી દેશે. અલ્લાહના ઘરો માંથી કોઈ ઘરમાં એક કોમ ભેગી થઈ, અલ્લાહની કિતાબની તિલાવત કરતી હશે અથવા તેને એકેબીજા વચ્ચે શીખતા હશે, તો અલ્લાહ તઆલા તેમના માટે શાંતિ અને ઉન્નતિ ઉતારશે, અલ્લાહની રહમત તેમના ઉપર ઉતરે છે, ફરિશ્તાઓ તેમના પર પોતાની પાંખો પાથરે છે, અલ્લાહ પોતાની નજીક રહેલ ફરિશ્તાઓ સામે અલ્લાહ તેમની પ્રશંસા કરે છે, બંદાની પ્રતિષ્ઠા માટે પૂરતું છે કે અલ્લાહ ઉચ્ચ અને પ્રતિષ્ઠિત લોકો સામે તેનું નામ લે છે. જે વ્યક્તિના અમલ થોડા હશે, તે સદાચારી લોકોના દરજ્જા પર પ્રાથમિકતા મેળવી શકશે નહીં, તેથી, તેણે સારા કાર્યોની અપેક્ષા કરતી વખતે પોતાના શ્રેષ્ઠ વંશ અને તેના પૂર્વજોની યોગ્યતા પર આધાર રાખવો જોઈએ નહીં.