એક વ્યક્તિએ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પૂછ્યું કે તમે તેને એક એવો અમલ જણાવી દો કે જો તે તેને કરવા લાગે તો તેને અલ્લાહની મોહબ્બત મળી જાય અને લોકોની પણ મોહબ્બત મળી જાય, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: અલ્લાહની મોહબ્બત મેળવવા માટે દુનિયામાં વ્યર્થ કામોને છોડી દો જે આખિરતમાં કંઈ ફાયદો ન પહોંચાડે અને દીનનું પણ નુકસાન કરે, જ્યારે કે લોકોની મોહબ્બત ત્યારે મળશે જ્યારે તમે તેમની પાસે જે કંઈ છે તેનાથી અળગા થઈ જાવ, અર્થાત લોભ ન કરો, લાલચ ન કરો, કારણકે પોતાની પાસે દુનિયાની મોહબ્બત પહેલાથી જ હોય છે, માટે તેના તરફ ધ્યાન આપવાથી દ્વેષ કરશે અને છોડી દેવાથી તેની મોહબ્બત મળશે.