આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું જે વ્યક્તિ શારીરિક રીતે સાજો, સલામત અને કોઈ બીમારી વગર સવાર કરે, પોતે પોતાના ઘરવાળાઓ અને પોતાની પત્ની અને બાળકોના પ્રાણ પ્રત્યે નીડર હોય અને હલાલ રોજી માંથી એક દિવસનું અન્ન તેની પાસે હોય તો જાણે કે આખી દુનિયા તેને આપી દેવામાં આવી.