એક દિવસ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મિમ્બર પર બેઠા હતા અને પોતાના સાથીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા, તો કહ્યું: મારા પછી હું જે બાબતે તમારા પ્રત્યે ભયભીત છું, તે એ કે તમારા માટે જમીનની બરકતો અને દુનિયાની સુંદરતા અને તેનો સામાનના દરેક પ્રકારો જેમકે કપડાં, ખેતી, અને અન્ય વસ્તુઓ ખોલી નાખવામાં આવશે, જેના પર લોકો તે વસ્તુઓને ખતમ થઈ જવા પર પણ ગર્વ કરશે. એક વ્યક્તિરએ કહ્યું: શું દુનિયાની સુંદરતા અલ્લાહ તરફથી નેઅમત નહીં હોય, શું આ નેઅમત લઅનત અને અઝાબ બની જશે?! લોકોએ સવાલને જોઈ તેની ખામીઓ કાઢી, વર્ણન કરવામાં આવે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ચૂપ થઈ ગયા, અને લોકોને લાગ્યું તે ગુસ્સે થઈ ગયા છે. રિવાયત કરનાર જણાવે છે કે ફરી અમે જાણ્યું કે તે સમયે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર વહી ઉતરી રહી હતી, ફરી તેમણે પોતાના કપાળ પરથી પસીનો સાફ કર્યો, અને કહ્યું: સવાલ કરનાર ક્યાં છે? સવાલ કરનારે કહ્યું: હું. ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અલ્લાહના વખાણ કર્યા અને કહ્યું: વાસ્તવમાં ભલાઈ ભલાઈ ને જ લઈને આવે છે, પરંતુ આ ફૂલ જેમાં ફક્ત ભલાઈ નથી હોતી પરંતુ તેની સાથે સાથે ફિતના, ઝઘડા, મુકાબલો કરવો, અને ખૂબ જ વ્યસ્તતા પણ હોય છે, ફરી ઉદાહરણ આપતા કહ્યું: ખરેખર વસંત ઋતુમાં ઊગતી દરેક હરિયાળી એક પ્રકારનો પાક છે, જે જાનવરોને આકર્ષિત કરે છે, બસ જે જાનવર તેને વધુ પ્રમાણમાં ખાઈ તો તે નષ્ટ થઈ જાય છે અથવા મૃત્યુની નજીક પહોંચી જાય છે, સિવાય તે જાનવર, જે શાકભાજી ખાઈ છે, અને પેટની બંને પુખ ભરાઈ જાય ત્યાં સુધી ખાઈ છે, ફરી તે સુર્ય તરફ જાય છે, ફરી તે પેશાબ અને સંડાસ કરે છે, અને જે કઈ પણ તેના પેટમાં હોય છે, તેને કાઢી નાખે છે, ફરી પાછું આવી ખાવા લાગે છે. ખરેખર આ માલ હરિયાળીની માફક સુંદર અને મીઠો છે, જે વધુ પ્રમાણમાં હોય તે મારી નાખે છે અથવા મૃત્યુની નજીક લઈ જાય છે; સિવાય કે તે જે જરૂરત પ્રમાણે લે અને તેને હલાલ માર્ગ દ્વારા પ્રાપ્ત કરે, જે તેના માટે પૂરતો હોય, ત્યારે તેને કોઈ નુકસાન નહીં પહોંચે, બસ તે મુસાલમન કેટલો સારો છે, જે પોતાના માલ માંથી ગરીબો, અનાથો અને મુસાફરોને પણ સદકો આપે છે, અને જે વ્યક્તિ પોતાના અધિકાર પૂરતો જ માલ લે છે તો તેમાં તેના બરકત આપી દેવામાં આવે છે, અને જે વ્યક્તિ હકથી વધુ લે છે તો તેનું ઉદાહરણ એવું છે જે ખાઈ છે પરંતુ સંતુષ્ટ પામતો નથી અમે તે જ માલ કયામતના દિવસે તેના વિરુદ્ધ સાક્ષી આપશે.