આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મૃત્યુને સતત યાદ કરવા પર પ્રોત્સાહિત કર્યા છે, કારણકે તે માનવીને આખિરતની યાદ અપાવે છે, અને તેના દિલમાં રહેલી દુનિયા પ્રત્યે મોહબ્બતને ખત્મ કરે છે, ખાસ કરીને હરામ (પ્રતિબંધિત) કાર્યોમાં.
હદીષથી મળતા ફાયદા
મૃત્યુ દુનિયાની આશાઓને ખત્મ કરે છે, પરંતુ જ્યાં સુધી મોમિનની વાત છે, તો તે તેને આખિરતના આનંદ અને જન્નતની નેઅમતો તરફ લઇ જાય છે, જેમાં મહાન ભલાઈઓ છુપાયેલી છે.
મોતની યાદ અને તેના પછી આવનારી બાબતોમાં માફી, ગુનાહથી બચવા અને આખિરતની તૈયારી માટે છે.