આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે ખરેખર દુનિયા સ્વાદમાં મીઠી અને જોવામાં લીલીછમ છે, બસ માનવી તેના ધોખમાં આવી તેમાં વ્યસ્ત થઈ જાય છે અને તેને જ પોતાની મહત્વપૂર્ણ ચિંતા બનાવી લે છે. અને ખરેખર અલ્લાહ આપણાં માંથી કેટલાકને આ દુનિયાના જીવન માટે પોતાના ઉત્તરાધિકારી બનાવે છે, જેથી આપણે જોઈ લઈએ કે શું આપણે તેનું અનુસરણ કરીએ છે કે તેની અવજ્ઞા કરીએ છીએ? ફરી નબી ﷺએ કહ્યું: તમે દુનિયાનો સામાન અને તેની સુંદરતા જોઈ ધોખામાં પડી જવાથી બચીને રહો, બસ દુનિયા તમને તે કાર્યો છોડવા પર પ્રોત્સાહિત કરે છે, જેને કરવાનો આદેશ અલ્લાહએ આપ્યો છે અને તે કાર્યો કરવા કહે છે જેનાથી અલ્લાહએ રોક્યા છે. દુનિયાનો સૌથી મોટો ફિતનો જેનાથી બચીને રહેવું જોઈએ તે સ્ત્રીઓનો ફિતનો છે, અને તે જ ફિતનો બની ઇસ્રાઇલના લોકોમાં સૌથી પહેલા આવ્યો હતો.