આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે તે વ્યક્તિ કામયાબ અને સફળ થઈ ગયો, જે પોતાના પાલનહારનો આજ્ઞાકારી બની ગયો અને જેને ઇસ્લામ તરફ હિદાયત આપવામાં આવી, તેમજ જે વ્યક્તિને હલાલ રોજી માંથી પોતાની જરૂરત પ્રમાણે રોજી આપવામાં આવી, ન તો વધારે ન તો ઓછી. અને જે કંઈ અલ્લાહએ તેને આપ્યું છે તેનાથી તે સંતુષ્ટ પામ્યો અને અલ્લાહથી ખુશ થઈ ગયો.