હકીમ બિન્ હિઝામ રઝી અલ્લાહુ અન્હુએ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પાસે દુનિયાનો સામાન માંગ્યો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને આપ્યો, બીજી વાર માંગ્યો તો બીજી વાર પણ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આપ્યો, ત્રીજી વાર માંગ્યો તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હે હકીમ, આ માલ સુંદર અને લોભ્યો છે, જે વ્યક્તિ તેને માંગ્યા વગર પ્રાપ્ત કરશે, એને તેને કોઈ પણ પ્રકારના લોભ અને લાલસા વગર પ્રાપ્ત કરશે, તો અલ્લાહ તેમાં બરકત આપશે, અને જો કોઈ વ્યક્તિ તેને લોભ, લાલસા અને મનેચ્છા સાથે પ્રાપ્ત કરશે, તો અલ્લાહ તેમાંથી બરકત ઉઠાવી લેશે, અને તે વ્યક્તિ તેની માફક છે, જે ખાવાનું ખાઈ છે, પરંતુ તે સંતુષ્ટ નથી થતો, ઉપર વાળો, ખર્ચ કરવાવાળો હાથ શ્રેષ્ઠ છે, નીચે વાળા હાથ, લેવાવાળા હાથ કરતા, હકીમ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! તે ઝાતની કસમ! જેમણે આપને સત્ય સાથે મોકલ્યા છે, હવેથી હું ક્યારેય કોઈની પાસે માલ નહીં માગું, જ્યાં સુધી મારું મૃત્યુ નથી જાય. આપ સલ્લલાહુ અલૈહિ વસલ્લમના ખલીફા અબૂ બકર રઝી અલ્લાહુ અન્હુ જ્યારે હકીમ રઝી અલ્લાહુ અન્હુને કંઈક આપવા માટે બોલાવતા, તો તેઓ ઇન્કાર કરી દેતા, ત્યાર પછી ઉમર રઝી અલ્લાહુ અન્હુ તેમને કંઈક આપવા માટે બોલાવતા, તો પણ લેવાથી ઇન્કાર કરી દેતા, ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હે મુસલમાનોનું જૂથ! તમે લોકો તે વાત પર સાક્ષી રહેજો કે મેં હકીમ રઝી અલ્લાહુ અન્હુને માલે ફય જે કાફિરો પાસેથી મુસલમાનોને યુદ્ધ અને જંગ વગર જ પ્રાપ્ત થાય છે, તેમાંથી તેમનો ભાગ આપ્યો, પરંતુ તેમને લેવાથી ઇન્કાર કરી દીધો, હકીમ રઝી અલ્લાહુ અન્હુએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પછી, તેમના મૃત્યુ સુધી કોઈની પાસે માલ ન માંગ્યો.