અબ્દુલ્લાહ ઇબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કેટલાક છોડ માંથી બનાવેલી નાની ચટાઈ પર સૂઈ ગયા હતા, ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઊભા થયા, તો તેમના બાજુના શરીરની ચામડી પર તેના નિશાન હતા, તો અમે કહ્યું: હે અલ્લાહના પયગંબર! શું તમારા માટે અમે નરમ ગાદલું લઈ આવીએ, જે આ લાકડીની ચટાઈ કરતાં સારું હશે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: મને આ દુન્યવી જીવનની કોઈ વસ્તુ પ્રિય નથી, કે તેની હું ઈચ્છા કરું, દુનીયામાં માંરુ ઉદાહરણ તે સવાર માફક છે, જે એક વૃક્ષની નીચે છાંયડો શોધે છે, ફરી તેને છોડી આગળ વધી જાય છે.