આપ ﷺ એ જણાવ્યું કે દુઆ જ ઈબાદત છે, એટલા માટે દુઆ ફક્ત અલ્લાહ પાસે જ કરવામાં આવે, ભલે તે દુઆ કેવી પણ હોય, કે જેમાં અલ્લાહ પાસે કઈ પણ માંગવામાં આવે, જેમકે અલ્લાહ પાસે દુનિયા અને આખિરતની લાભદાયી વસ્તુઓ માંગવામાં આવે, અને એવી વસ્તુઓથી પનાહ માંગવામાં આવે જે તેના માટે દુનિયા અને આખિરતમાં નુકસાનકારક હોય, અથવા દુઆ એવી હોય જે ઈબાદતના રૂપમાં કરવામાં આવે, જેમકે તે દરેક જાહિરિ અને બાતેં કાર્ય જે અલ્લાહને પસંદ હોય, તથા હાર્દિક, શારીરિક અને આર્થિક ઈબાદત. પછી આપ ﷺ એ એક આયત દ્વારા પુષ્ટિ કરી અને કહ્યું: અલ્લાહ તઆલા એ કહ્યું: {તમે મને પોકારો, હું તમારી દુઆ કબૂલ કરીશ, નિ:શંક જે લોકો મારી બંદગીથી ઘમંડ કરે છે, તે નજીકમાં જ અપમાનિત થઇ જહન્નમમાં પહોંચી જશે}.