આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ જણાવ્યું કે મૃત્યુની સાથે જ માનવીના કાર્યો ખતમ થઈ જાય છે, મૃત્યુ પછી તેને નેકીઓ પ્રાપ્ત થતી નથી, પરંતુ આ ત્રણ અમલોના કારણે તેને સવાબ મળતો રહે છે: પહેલું: સદકએ જારિયહ (નિરંતર દાન), જેનો સતત સવાબ પહોંચતો રહે છે, જેમકે વકફ કરેલ વસ્તુ, મસ્જિદ બનાવવી, કૂવો ખોદવો વગેરે. બીજું: એવુ ઇલ્મ (જ્ઞાન) જેનાથી લોકો ફાયદો ઉઠાવતા રહે, જેમકે: ઇલ્મ વિષે કિતાબો લખવી, અથવા કોઈ વ્યક્તિને ઇલ્મ શીખવવું, જે પોતાના શિક્ષકના મૃત્યુ પછી તેનું ઇલ્મ (જ્ઞાન) ફેલાવતો રહે. ત્રીજી: નેક મોમિન સંતાન, જે પોતાના માતા-પિતા માટે દુઆ કરતી રહે.