આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તઆલાની નજીક ચાર શબ્દો સૌથી શ્રેષ્ઠ છે: સુબ્હાનલ્લાહિ: અલ્લાહ તઆલાને દરેક પ્રકારની ખામીઓથી પાક અને પવિત્ર સાબિત કરવો. વલ્ હમ્દુ લિલ્લાહ : તેનો અર્થ એ કે અલ્લાહ તઆલાને દરેક પ્રકારથી સંપૂર્ણ જણાવવો, અલ્લાહથી મોહબ્બત રાખવી અને સન્માન કરવું. વલા ઇલાહ ઇલ્લલ્લાહ: અર્થાત્: અલ્લાહ સિવાય કોઈ સાચો મઅબૂદ નથી. અલ્લાહુ અકબર: અર્થ: અલ્લાહ સૌથી શક્તિશાળી, સૌથી મહાન અને ઉચ્ચ અને સર્વોચ્ચ છે. આ શબ્દોની મહત્ત્વતા અને સવાબ પ્રાપ્ત કરવા માટે બોલતી વખતે ક્રમનો ખ્યાલ રાખવો જરૂરી નથી.