નબી ﷺ જણાવી રહ્યા છે કે વર્ણવેલ શબ્દો દ્વારા અલ્લાહનો ઝિક્ર કરવો દુનિયા અને તેની દરેક વસ્તુ કરતા પણ વધુ શ્રેષ્ઠ છે અને તે વાક્યો નીચે પ્રમાણે છે: "સુબ્હાનલ્લાહ" આ શબ્દ દ્વારા અલ્લાને દરેક ખામીથી સંપૂર્ણ પાક કહેવામાં આવે છે. "અલ્ હમ્દુ લિલ્લાહ" અલ્લાહની તે પ્રસંશા છે તે પોતાના દરેક ગુણોમાં સંપૂર્ણ છે, અને સાથે સાથે તેની મોહબ્બત અને સન્માન પણ હોય. "લા ઇલાહ ઇલ્ લલ્લાહ" અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી. "અલ્લાહુ અકબર" દરેક વસ્તુ કરતા મોટો અને શક્તિશાળી છે.