આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક વ્યક્તિને જેમને ઈબ્ને લુત્બિય્યહના નામે લોકો ઓળખતા હતા, બનૂ સાલિમ કબીલાની ઝકાત વસૂલવા માટે મોકલ્યા, જ્યારે તેઓ હિસાબ કરી મદીનહ પાછા આવ્યા, તું ઈબ્ને લુત્બિય્યહ વ્યક્તિએ કહ્યું: આ તમારો માલ છે, જે મેં ઝકાતનો ભેગો કર્યો છે, અને આ મારો માલ છે, જે મને હદીયા (ભેટ) તરીકે મળ્યો છે. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે તમારા માતા-પિતાના ઘરે જ કેમ બેસી ન રહ્યા, જો તમે સાચા હોત તો ત્યાં જ તમારો હદીયો પહોંચી જાત; જેના કામ માટે તમને નક્કી કરવામાં આવ્યા, તે કામ જ તમને હદીયો મળવાનું કારણ છે, જો તમે ઘરમાં હોત, તો તમને આ હદીયા ન મળતો, તેથી તમે તેને ફક્ત એટલે માન્ય ન સમજો કે આ (માલ) તમને ભેટ રૂપે આપવામાં આવ્યો છે. ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મિન્બર પર ચઢી ગયા અને ખુતબો આપ્યો, અને આપ ગુસ્સાની સ્થિતિમાં હતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના વખાણ કર્યા, તેની પ્રશંસા કરી, પછી કહ્યું: અલ્લાહના વખાણ પછી, અલ્લાહએ મને જે ઝકાત અને ગનીમતના માલની જવાબદારી સોંપી છે, તો હું તમારા માંથી તેને વસૂલવા માટે કોઇને જવાબદાર બનાવું છું, તો તે કામ પર જઈને આવીને મને કહે છે: આ તમારો માલ છે અને આ મારો માલ છે જે માણે ભેટ રૂપે આપવામાં આવ્યો છે! તો તે પોતાના માતા-પિતાના ઘરે કેમ બેસી ન રહ્યા, ત્યાં જ તેને હદીયો પહોંચી જતો, અલ્લાહની કસમ! તમારા માંથી જે વ્યક્તિ પોતાના અધિકાર સિવાય કંઈ પણ લેશે તો તે અલ્લાહ પાસે એવી સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે તે વસ્તુને પોતાના ગળા પર લટકાવી રાખી હશે, પછી ભલે તે ઊંટ હોય જે રડી રહ્યું હોય અથવા રડતી ગાય હોય કે બકરી. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાનો હાથ એટલો ઉંચો કર્યો કે અમને આપની બગલની સફેદી નજર આવી, અને કહ્યું: હે અલ્લાહ! મેં તારો નિર્ણય તમારા પહોંચાડી દીધો. પછી અબૂ હુમૈદ સાઇદી રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું: મેં જાતે જ આ શબ્દો કહેતા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોયા અને મારા કાનથી સાંભળ્યું.