નબી ﷺ એ જણાવ્યું કે મુસલમાનો પર એવા શાસકો આવશે, જેઓ મુસલમાનોના માલ અથવા અન્ય દુન્યવી બાબતોમાં હેરાફેરી કરશે, તેનો પોતાની મરજી પ્રમાણે ઉપયોગ કરશે અને તેમાં મુસલમાનોના અધિકારોનો ઇન્કાર કરશે. તેમાં એવી બાબતો પણ હશે, જેના વિષે દીનમાં કોઈ પુરાવા નહીં હોય. તો સહાબા રઝી અલ્લાહુ અન્હુમ એ સવાલ કર્યો: આવી સ્થિતિમાં અમે શું કરીએ? તો નબી ﷺ એ તેમને જણાવ્યું કે તેમનું માલ સાથે આવું કરવું તમને તેમની વાત સાંભળવા અને તેમનું અનુસરણ કરવાથી નથી રોકતું, પરંતુ તમે સબર કરો, તેમની વાત સાંભળો અને અનુસરણ કરો, અને તેમની સાથે ઝગડો ન કરો, અને પોતાના હક અને અધિકારો અલ્લાહ પાસે માંગો, જેથી અલ્લાહ તેમને સુધારે અને તેમની બુરાઈ અને જુલમને દૂર કરે.