આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે સમાજનો દરેક મુસલમાન જવાબદાર છે, અને તેને તેની જવાબદારી વિષે જરૂર સવાલ કરવામાં આવશે, બસ આગેવાન અને શાસક તે લોકોના જવાબદાર છે, જેમને અલ્લાહએ તેમની હેઠળ રાખ્યા હોય, આગેવાનો માટે જરૂરી છે કે તેઓ તેમના અધિકારોની સુરક્ષા કરે, તેમને જુલમથી બચાવે તેમની સુરક્ષા કરે, અને તેમના દુશ્મનો સાથે લડે, અને તેમના અધિકારોને નષ્ટ ન થવા દે, એવી જ રીતે માનવી પોતાના ઘરવાળાઓનો જવાબદાર છે, તે તેમની જરૂરીયાતો પૂરી પાડે, તેમની સાથે સારો વ્યવહાર કરે, તેમને શિક્ષા અને તાલીમ આપે, અને સ્ત્રી પોતાના પતિના ઘરની જવાબદાર છે, તે તેનું યોગ્ય સંચાલન કરે, તેની સંતાનની સંભાળ રાખે, અને તેણીને તેની ફરજ અંગે સવાલ કરવામાં આવશે, અને નોકર તેમજ કર્મચારી પોતાના માલિકના માલના જવાબદાર છે, કે તેઓ પોતાના હેઠળ રહેલી નિયંત્રણ વસ્તુઓની સુરક્ષા કરે, પોતાના માલિકની ખિદમત કરે, અને તેમને પણ તેમની ફરજ બાબતે સવાલ કરવામાં આવશે, તેથી, દરેક વ્યક્તિ તેની હેઠળ રહેલી વસ્તુઓનો રખેવાળ છે અને દરેક પોતાની હેઠળ રહેલી વસ્તુઓનો જવાબદાર છે.