આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક મુસલમાન ભાઈને બીજા મુસલમાન ભાઈને હદીયો (ભેટ) આપવા તરફ પ્રોત્સાહન આપ્યું છે, હદીયો આપવો તે એકબીજા પ્રત્યે મોહબ્બત અને સ્નેહના કારણો માંથી એક કારણ છે.
માનવીએ પોતાની શક્તિ પ્રમાણે તે દરેક કાર્ય તરફ ધ્યાન આપવું જોઈએ, જેનાથી એકબીજા પ્રત્યે પ્રેમ અને સ્નેહ વધતો હોય, તે હદીયો આપીને હોય કે પોતાના ભાઈ માટે વિનમ્રતા દાખવી હોય, સારી વાત દ્વારા હોય કે હસતા મોઢે મુલાકાત કરવી હોય.