અલી બિન અબી તાલિબ રઝી અલ્લાહુ અન્હુ એ જણાવ્યું કે તેઓને ખૂબ જ મઝી નીકળતું હતું -મઝી તે પાણી જે સફેદ, ચીકણું અને પાતળું હોય છે, જે પુરુષના ગુપ્તાંગ માંથી મનેચ્છા વખતે અથવા સમાગમ પહેલા નીકળે છે-, અને તેઓ જાણતા ન હતા કે આ પાણી નીકળે તો શું કરવું જોઈએ, અને તેમને શરમ આવતી હતી કે તેઓ આ વિષે નબી ﷺ ને સવાલ કરે; કારણકે તેઓ નબી ﷺ ની દીકરી ફાતિમા રઝી અલ્લાહુ અન્હાના પતિ હતા, તો તેમણે મિકદાદ બિન અસ્વદને બોલાવ્યા અને આ વિષે નબી ﷺ પાસે સવાલ કરવાનું કહ્યું, તો નબી ﷺ એ જવાબ આપ્યો: તે પોતાના ગુપ્તાંગને ધોઈ લે અને વઝૂ કરે.