મદીનહના એક રસ્તા પર અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુની મુલાકાત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે થઇ, અને અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ તે સમયે જનાબત (અપવિત્ર) સ્થિતિમાં હતા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મહાનતાના કારણે તે સ્થિતિમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે બેસવું સારું ન લાગ્યું, જેથી તેઓ ત્યાંથી નીકળી ગયા અને ગુસલ (ધાર્મિક સ્નાન) કરી પરત આવ્યા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને પૂછ્યું કે ક્યાં જતા રહ્યા હતા? તો અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અનહુએ પોતાની સ્થિતિ વિષે જણાવ્યુ કે તેઓ નાપાક હતા અને તે સ્થિતિમાં આપની સાથે બેસવું સારું ન લાગ્યું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આશ્ચર્ય થયું, અને તેમને કહ્યું: ખરેખર મોમિન પવિત્ર હોય છે, તે કોઈ પણ સ્થિતિમાં અપવિત્ર કે નાપાક નથી હોતો, ન તો જીવતે જી અને ન તો મૃત્યુ પછી.