નબી ﷺ એ જણાવ્યું કે દુનિયાની આગ જહન્નમની આગના સિત્તેર ભાગ માંથી એક ભાગ છે, આખિરતમાં આગની જે ગરમી હશે તે દુનિયાની આગની ગરમીથી અગણોસિત્તેર ગણી વધારે હશે, તેમાંથી દરેક ભાગ દુનિયાની આગના એક ભાગ બરાબર હશે. પૂછવામાં આવ્યું: હે અલ્લાહના રસૂલ ! અઝાબ આપવામાં માટે તો આ દુનિયાની આગ જ પૂરતી છે, તો નબી ﷺ એ જવાબ આપ્યો: દુનિયાની આગની સરખામણીમાં જહન્નમની આગથી અગણોસિત્તેર ઘણી વધારે ગરમ છે.