અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «અલ્લાહ તઆલા જન્નતીઓને કહેશે: હે જન્નતીઓ? તેઓ જવાબ આપશે: હે અમારા પાલનહાર! અમે સંપૂર્ણ ધ્યાન સાથે હાજર છે, અને તારી કૃપાના મોહતાજ છે, દરેક પ્રકારની ભલાઈ તારા જ હાથમાં છે, તો અલ્લાહ કહેશે: શું તમે પ્રસન્ન છો? તેઓ જવાબ આપશે: શું હવે પણ અમે પ્રસન્ન ન થઈએ જ્યારે કે તે અમને તે વસ્તુ આપી છે, જે તે તારા સર્જન માંથી કોઈને આપી નથી, તો અલ્લાહ કહેશે: શું હું તમને તેનાથી પણ વધુ શ્રેષ્ઠ વસ્તુ ન આપું? તેઓ કહેશે: હે અમારા પાલનહાર! આનાથી પણ શ્રેષ્ઠ વસ્તુ કઇ છે? તો અલ્લાહ કહેશે: હું તમને મારી પસન્નતા પ્રદાન કરું છું, હું ક્યારે પણ તમારાથી નારાજ નહીં થાઉં». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ જણાવ્યું કે અલ્લાહ જન્નતીઓને જ્યારે તેઓ જન્નતમાં હશે તો તેમને કહેશે: હે જન્નતીઓ! તેઓ જવાબ આપશે: હે અમારા પાલનહાર! અમે હાજર છે, અને દરેક પ્રકારની ભલાઈ તારા જ હાથમાં છે, તો અલ્લાહ કહેશે: શું તમે પ્રસન્ન છો? તેઓ જવાબ આપશે: શું હવે પણ અમે પ્રસન્ન ન થઈએ જ્યારે કે તે અમને તે વસ્તુ આપી છે, જે તે તારા સર્જન માંથી કોઈને આપી નથી! તો પવિત્ર અલ્લાહ કહેશે: શું હું તમને આના કરતાં પણ વધુ શ્રેષ્ઠ વસ્તુ ન આપું? તેઓ કહેશે: હે અમારા પાલનહાર! આના કરતાં પણ વધુ શ્રેષ્ઠ વસ્તુ કઈ છે? તો અલ્લાહ કહેશે: હું તમને મારી કાયમી પ્રસન્નતા આપું છું,હવે તમારાથી ક્યારે પણ નારાજ નહીં થાઉં.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • ઉચ્ચ અલ્લાહની જન્નતીઓ સાથે વાતચીત.
  • જન્નતીઓ માટે અલ્લાહની પ્રસન્નતાની ખુશખબર, અને અલ્લાહ પોતાની પ્રસન્નતાને હલાલ કરશે અને તે ક્યારે પણ તેમનાથી નારાજ નહીં થાય.
  • જન્નતમાં દરેક વ્યક્તિ પોતાના અલગ અલગ હોદ્દા અને સ્થાન પર હોવાના કારણે પણ સંતુષ્ટ હશે; કારણકે દરેક લોકો એક શબ્દ વડે જવાબ આપશે: "તે અમને તે વસ્તુ આપી છે, જે તે તારા સર્જન માંથી કોઈને નથી આપી".
explain-icon

વધુ