અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ હદીષે કુદસીમાં જણાવ્યું કે અલ્લાહએ કહ્યું: જેણે મારા વલીઓ માંથી કોઈ વલીને તકલીફ આપી, નારાજ કર્યો, તેના પ્રત્યે દ્વેષ રાખ્યો, મારા તરફથી તેની વિરુદ્ધ યુદ્ધની ઘોસણા છે. વલી અર્થાત: પરહેજગાર (ડરવાવાળો) મોમિન, જે વ્યક્તિ જેટલો ડરવાવાળો અને જેટલા અંશ સુધી તેનું ઇમાન હશે, અલ્લાહની દોસ્તી તેને એટલી જ નસીબ થશે, મુસલમાન અલ્લાહની નિકટતા જે અમલ દ્વારા પ્રાપ્ત કરી શકે છે, અલ્લાહ પાસે તેમાંથી સૌથી વધુ પ્રિય વસ્તુ અલ્લાહએ અનિવાર્ય કરેલ અમલ છે, જેમાં ઇતાઅત (અનુસરણ) અને બુરાઈથી બચવું બન્નેનો સમાવેશ થાય છે, મુસલમાન ફર્ઝ કાર્યોની સાથે સાથે નફીલ કાર્યો દ્વારા પણ અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરે છે, અને એક સમય આવે છે કે તેને અલ્લાહની મોહબ્બત મળી જાય છે, જ્યારે અલ્લાહ તેનાથી મોહબ્બત કરશે તો નીચે વર્ણન કરવામાં આવેલ શરીરના અલગ અલગ ચાર અંગોને યોગ્ય અને સાચું માર્ગદર્શન આપે છે. તેના કાનને સાચું માર્ગદર્શન આપે છે, તે તે જ સાંભળે છે, જે અલ્લાહને પસંદ હોય છે. તેના આંખને સાચું માર્ગદર્શન આપે છે, તે તે જ જુએ છે, જે અલ્લાહને પસંદ હોય છે. તેના હાથને સાચું માર્ગદર્શન આપે છે, તે તે જ પકડે છે, જે અલ્લાહને પસંદ હોય છે. તેના પગને સાચું માર્ગદર્શન આપે છે, તે તે જ તરફ ચાલે છે, જે અલ્લાહને પસંદ હોય છે, અને તે જ કામ કરે છે જેમાં ભલાઈ હોય. સાથે સાથે જો તે અલ્લાહ પાસે કંઈ વસ્તુની માંગણી કરે, તો અલ્લાહ તેને જરૂર આપે છે, તેની દુઆ કબૂલ થાય છે, જો તે અલ્લાહનું શરણ માંગે, તો અલ્લાહ તેને નસીબ કરે છે, અને દરેક ભયજનક વાતોથી તેને છુટકારો આપે છે.